સ્વામિનારાયણ આરતી (જય સદગુરુ સ્વામી) – ધૂન – અષ્ટક 

Sainarayan Aarti- Jay Sadguru swami
Reading Time: 2 minutes

Total views 1,478 , and 1 views today

આરતી

જય સદ્‌ગુરુ સ્વામી, (પ્રભુ) જય સદ્‌ગુરુ સ્વામી,

સહજાનંદ દયાળું, બળવંત બહુનામી… જય-

ચરણસરોજ તમારાં, વંદું કર જોડી,

ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યાં તોડી… જય-

નારાયણ સુખદાતા, દ્વિજકુળ તનુધારી,

પામર પતિત ઉદ્ધાર્યાં, અગણિત નરનારી… જય-

નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી,

અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી… જય-

પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે,

કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરશે… જય-

આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી,

મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી… જય-

 

ધૂન

રામકૃષ્ણ ગોવિંદ, જય જય ગોવિંદ!

હરે રામ ગોવિંદ, જય જય ગોવિંદ! ॥૧॥

નારાયણ હરે, સ્વામિનારાયણ હરે!

સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે! ॥૨॥

કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે!

જય જય કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે! ॥૩॥

વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે!

જય જય વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે! ॥૪॥

વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ!

જય જય વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ! ॥૫॥

રાધે ગોવિંદ, જય રાધે ગોવિંદ!

વૃંદાવનચંદ્ર, જય રાધે ગોવિંદ! ॥૬॥

માધવ મુકુંદ, જય માધવ મુકુંદ!

આનંદકંદ, જય માધવ મુકુંદ! ॥૭॥

સ્વામિનારાયણ! સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!

સ્વામિનારાયણ! સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!

 

શ્રી સ્વામિનારાયણાષ્ટક

અનન્તકોટીન્દુરવિપ્રકાશે ધામ્ન્યક્ષરે મૂર્તિમતાક્ષરેણ ।

સાર્ધં સ્થિતં મુક્તગણાવૃતં ચ શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૧ ॥ 

બ્રહ્માદિસમ્પ્રાર્થનયા પૃથિવ્યાં જાતં સમુક્તં ચ સહાક્ષરં ચ ।

સર્વાવતારેષ્વવતારિણં ત્વાં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૨ ॥ 

દુષ્પ્રાપ્યમન્યૈઃ કઠિનૈરુપાયૈઃ સમાધિસૌખ્યં હઠયોગમુખ્યૈઃ ।

નિજાશ્રિતેભ્યો દદતં દયાલું શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૩ ॥ 

લોકોત્તરૈ ર્ભક્તજનાંશ્ચરિત્રૈ-રાહ્‌લાદયન્તં ચ ભુવિ ભ્રમન્તમ્ ।

યજ્ઞાંશ્ચ તન્વાનમપારસત્ત્વં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૪ ॥

એકાન્તિકં સ્થાપયિતું ધરાયાં ધર્મં પ્રકુર્વન્તમમૂલ્યવાર્તાઃ ।

વચઃસુધાશ્ચ પ્રકિરન્તમૂર્વ્યાં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૫ ॥ 

વિશ્વેશભક્તિં સુકરાં વિધાતું બૃહન્તિ રમ્યાણિ મહીતલેઽસ્મિન્ ।

દેવાલયાન્યાશુ વિનિર્મિમાણં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૬ ॥ 

વિનાશકં સંસૃતિબન્ધનાનાં મનુષ્યકલ્યાણકરં મહિષ્ઠમ્ ।

પ્રવર્તયન્તં ભુવિ સમ્પ્રદાયં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૭ ॥

સદૈવ સારંગપુરસ્ય રમ્યે સુમન્દિરે હ્યક્ષરધામતુલ્યે ।

સહાક્ષરં મુક્તયુતં વસન્તં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૮ ॥

 

કૃપા કરીને અમને નીચે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિસાદ/અભિપ્રાય આપો.

હિન્દુ ધર્મગ્રંથો પર આવા વધુ રસપ્રદ બ્લોગ્સ વાંચવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.

અમે નોલેજમંદિર થકી કોઈપણ ધાર્મિક ગ્રંથો વિશે કોઈ ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ નથી કરી રહ્યા. અમે ફકત લોકો સુધિ ધાર્મિક સામગ્રી નો પ્રસાર કરવા નો પ્રયાસ કરી રહયા છીએ.

જો તમને આ સામગ્રી સાથે કોઈ વિસંગતતા જણાય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *