આજીવન કુરુક્ષેત્ર ..!!

KnowledgeMandir
Reading Time: 4 minutes

Total views 1,810 , and 1 views today

શું કરવું અને શું ન કરવું? આ સંગ્રામ નું ક્ષેત્ર એટલે જ કુરુક્ષેત્ર.

કોઈકને પ્રશ્ન જરૂર થાય કે મારા જીવનમાં આટલા બધા પ્રશ્નો નું installation કેમ થતું જાય છે? આટલી બધી વિષમતાઓ કેમ ઉભી થતી જાય છે?

માટે જ અખૂટ વિટંબણાઓની વચ્ચે રહીને આપણે ક્યાંક ને ક્યાંક નૈતિક જીવનનો સાર ભૂલી હતાશા નિરાશા ના ઘોર અંધકારમાં ખોવાઇ તો નથી ગયા ને! કદાચ અપાર સુખો ને download કરવા માં ભૌતિક કાળમાં આ બધું બનવું સહજ છે, પણ જો આવા સંગ્રામમાં જીવતા જીવતા મને શ્રી ગીતા નું વિચાર દર્શન થાય અને તે ગીતા ના વિચારો પીરસી આપનાર કૃષ્ણ મળી જાય તો આપણા વિષાદના સાગરમાં પણ will to do ની નાવ ફરીથી હાલતી થાય અને મધદરિયેથી કાંઠે અચૂક પહોંચે.

કૃષ્ણ તો મળી જાય પણ તેમને સમજવા અર્જુન તો આપણે બનવું પડશે ને. અર્જુન એટલે એવું વ્યક્તિત્વ કે જે સામેની તરફ નું ૨૨-૨૫ લાખ નું સૈન્ય જોઈ મૃત્યું નો વિચાર કરવાવાળો નહીં પણ, સ્વજન- પ્રિય ની સમજણ અને ગુરુ પ્રત્યેનો અગાધ પ્રેમ જેના ચહેરા પર જોવા મળે. માટે ભગવાન ને કહેવું પડે પાંડવાનામ ધનંજય એટલે કે પાંડવોમાં હું ધનંજય છું, વાહ! સ્વયમ બ્રહ્માંડ નાં માલિકે આ degree જેને આપી હોય તેવા અર્જુન નું જીવન જોવું, વિચારવું જોઇએ.

આમ, ભારતના વૈદિક વાંગ્મય ની કરોડરજ્જુમાં ગીતાનું પઠન કરી તેની પૂર્વ ભૂમિકા સમજવી આવા પુનઃવિચારથી જ પુનઃજીવનની શરૂઆત થાય.

KnowledgeMndir
શ્રીમદ ભગવદ ગીતા (Image Source: Google)

ગીતા – સુવાસિત પ્રવાહિત ગીત એટલે ગીતા. ૫૦૦૦ થી ય વધારે વર્ષો થી જેના સનાતન ભારતીય સંસ્કૃતિ નાં વૈદિક વિચારો હજીયે સમાજ માં જોવા મળે કારણ માત્ર ભારત નાં જ નહીં સાથે સાથે વિદેશી તત્વચિંતકો પણ ગીતા ના એક એક વિચાર ને પકડીને જીવ્યા અને સમાજ માં સ્થિર કરતા રહ્યા અને સમાજજીવન માં વિચાર ક્રાંતિ ની મશાલ માં અનેક વિદ્વાનો- તત્વચિંતકો નાં આત્મબળ ના દિવેલ થી વૈદિક કાળ ને હજીય પ્રકાશિત રાખ્યો છે.

અર્જુન નો વિષાદ, ભગવાન નો પ્રેમ એટલે ગીતા. મને તો એમ લાગે કે જીવન ના દરેક ઓરડા ને ઉજાગર કરવા અને સજાવવા માટે ભગવાને ગાયેલું ગીત એટલે ગીતા.

પ્રશ્ન એ થાય કે અર્જુન ને વિષાદ કેમ આવે? અર્જુન ને સામે ૧૭ અક્ષૌહિણી સેના જોઈને વિષાદ આવ્યો નથી, એક તરફ ધર્મ રક્ષા અને બીજી તરફ સ્વજન અને ગુરુ પ્રત્યે નો મોહ કે જેમની સામે લડવાનું.

અર્જુન ને લાગ્યું હશે કે આજે ધર્મ જગત નું હણન કરવા મારા જ ભાઈઓ ઉભા છે. આપણે કદાચ અર્જુન ની જગ્યા એ હોઈએ તો શું વિચાર આવે? Just thinking!! બીજુ પાસુ એ પણ છે કે જો હું યુદ્ધ મા હારીશ હો સ્વર્ગ મળશે અને યુદ્ધ જીતીશ તો રાજ્ય મળશે. આ જ વિચાર વમળ મા નિર્માણ થયું વિષાદ-ક્ષેત્ર.

જેની સાથે ગાંડીવ સમાન સમર્થ શક્તિ હોય, ભગવાન સાથે ઉભા હોય. આજના સમાજ માં જો કદાચ કોઈ વિદ્યાર્થી ૧૫૦૦૦-૨૦૦૦૦ ની નોકરી પણ લઈલે કે પછી કોઈ વ્યક્તિ મોટા પદ-પ્રતિષ્ઠા વાળા વ્યક્તિ સાથે માત્ર ફોટો પણ લીધો હોય તો યે પોતાને ધન્ય અને I am something ના વાવાઝોડા માં જ અટવાઈ જાય તો આતો સમર્થ અર્જુન કે જેના એક ગાંડીવ ની પ્રત્યંચા થી માત્ર કુરુક્ષેત્ર જ નહિ પણ ધર્મક્ષેત્ર પણ સચવાઈ જાય.

તે મહામાનવ સ્વજન સામે, ગુરુ સામે માથું નમાવી શસ્ત્રો પર પકડ શિથિલ કરી અનેક વિચારો સાથે અને નિરાશા ના વાદળો માં ઘેરાય. આવાં વાતાવરણ ની વચ્ચે જન્મ થાય શ્રી ગીતાનો કે જેના સશક્ત વિચારો એ સમાજમાં જીવતર નું ઘડતર પ્રજ્જવલ્લિત રાખ્યું છે.

KnowledgeMandir

મારા મતે તો કુરુક્ષેત્ર એ માત્ર દુનિયાના એક પ્રદેશ માં આવેલું એક જ ક્ષેત્ર નહીં પણ પ્રત્યેકના જીવનમાં ચાલતી એક પરિસ્થિતિ છે. અને આપણને ખબર જ છે કે કુરુક્ષેત્રમાં કોણ હતા, એક તરફ પાંડુના પુત્રો અને સામેની તરફ કૌરવ.

આપણે આપણા જીવનમાં જ બધા તપાસીએ તો આપણને પણ આ દૃશ્ય આપણા જીવનમાં ઊભું થયેલું જોવા મળે જો કદાચ આપણે આપણા જ કુરુક્ષેત્રમાં ભગવદ્ વિચાર સાથે પાંડવ બનીને ઊભા હશું તો આપણી સામે કૌરવની ૧૭ અક્ષૌહિણી સેના જરૂર. ઉભી હશે અને જો કદાચ આપણે કૌરવ બનીને આપણા જ ક્ષેત્રમાં ઊભા રહીશું અને આપણી સામે કૃષ્ણ જરૂર હશે પરંતુ તેમને ઓળખવાની શક્તિ આપણામાં નહીં હોય તો જરૂર ને જરૂર આપણો વિનાશ શક્ય છે જ!

માટે આજીવન કુરુક્ષેત્ર માં ઝઝૂમવા નીકળેલાં આપણને માટે તો શ્રીમદ ભગવદ ગીતા જ manual છે.

सर्वोपनिषदो गावो , दोग्धा गोपाल नन्दन:|
पार्थो वत्स: सुधीर्भोक्ता , दुग्धं गीतामृतं महत् ||

બધા ઉપનિષદ એ ગાય ને સમાન છે, ગોપાલ નંદન (શ્રી કૃષ્ણ) ગાયો નાં રખેવાળ છે, બુધ્ધિમાન – નીતિમત્તાયુક્ત અર્જૂન વાછરડા સમાન છે ત્યારે શ્રી ગીતા એ ગાય નાં દૂધ સમાન છે, માટે સર્વ ઉપનિષદો નો નિચોડ એટલે શ્રીમદ ભગવદ ગીતા.

કૃપા કરીને અમને નીચે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિસાદ/અભિપ્રાય આપો.

હિન્દુ ધર્મગ્રંથો પર આવા વધુ રસપ્રદ બ્લોગ્સ વાંચવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.

અમે નોલેજમંદિર થકી કોઈપણ ધાર્મિક ગ્રંથો વિશે કોઈ ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ નથી કરી રહ્યા. અમે તમારા માટે કેટલાક એવા તથ્યો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે તમે ક્યારેય જાણ્યા નથી. આ લેખમાંની તમામ વિગતો લેખકની શ્રેષ્ઠ જાણકારી મુજબ છે અને વાસ્તવિક હકીકત અલગ-અલગ હોઈ શકે છે.

જો તમને આ સામગ્રી સાથે કોઈ વિસંગતતા જણાય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

3 thoughts on “આજીવન કુરુક્ષેત્ર ..!!”

  1. Really nice and appreciative start by Pavan Mistry.
    Since long he has been in touch with Bhagvat Gita and spritualism.
    Go ahead, wish you all the best.
    God bless you.
    Dr. Kalpesh Bhatt
    Magnet Therapist
    Vallabh Vidyanagar

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *